kimgrampanchayat.in

૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે ◆ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ, મજૂરોએ ગ્રામ પંચાયત કચેરીમાં આવીને ઇ-કેવાયસી કરાવવું જોઈએ.

કીમમાં સરપંચની પહેલ: રેશનિંગ સંચાલકો સાથે બેઠક યોજી, તહેવારોમાં કાર્ડધારકોને સમયસર અને પૂરતું રાશન આપવાની તાકીદ

કીમ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આજે કીમમાં રેશનિંગ દુકાનોના સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકાર તરફથી મળતું રાશન નિયમ મુજબ, પૂરતું અને સમયસર મળે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન સરપંચે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેલ, ઘઉં, ચોખા, કઠોળ સહિત જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે વિલંબ સહન કરવામાં આવશે નહીં. દરેક કાર્ડધારકને સરકારની માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ લાભ મળે તે માટે કડક દેખરેખ રાખવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

તહેવારોના દિવસોમાં રાશન માટે લોકો ભટકવા ન પડે અને ગરીબ પરિવારોને કોઈ મુશ્કેલી ન થાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સરપંચે જણાવ્યું હતું. કીમ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી કાર્ડધારકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને રાશન વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.